તુણામાં કિશોરી સાથે અભદ્ર વ્યવહાર અંગે ફરિયાદ
અંજારના તુણામાં એક કિશોરીને રોકી તેની સાથે અડપલાં કરી જાતીય સતામણી કરતા ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી કંડલા પોલીસ મથક હેઠળ આવતા તુણા ગામમાં ગત તા. 17/8ના રાત્રિના 8થી 8.20ના અરસામાં આ બનાવ બન્યો હતો. એક કિશોરી નાસ્તો લેવા જઇ રહી હતી ત્યારે તેને શખ્સોએ રોકાવી હતી અને અડપલાં કરી અભદ્ર વ્યવહાર કરી હતી. કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.