કુકમામાં ઘરના તાળા તોડી 34 હજારના માલ-સમાન ની ચોરી
અવધનગર-કુકમાના ઘરના તાળા તોડી પલંગમાંથી દાગીના-રોકડ સહિત 34 હજારની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઈકાલે પધ્ધર પોલીસ મથકે અવધનગર (કુકમા)માં રહેતા નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 23/9ના સવારે તેમના પતિ કામે અને સંતાનો શાળામાં ગયા હતા. પોતે પણ કામે ગયા હતા ત્યારે બે કલાકમાં જ તેમના ઘરના તાળા તોડી ઘરના પલંગમાંથી કાનની બુટ્ટી બે આશરે બે ગ્રામ જેની કિંમત રૂા. 17,000, ચાંદીના પટ્ટા કિ. રૂા. 12,000 તથા રોકડા રૂા. 5,000 કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.