દુકાનોમાંથી 73 હજારના શરાબ સાથે ત્રણ જબ્બે : એક પકડવાનો બાકી:ધ્રબ
ગઇકાલે મુંદરા પોલીસે ધ્રબની સીમમાં ઘનશ્યામ કોમ્પ્લેક્ષની દુકાનોમાંથી 73 હજારના શરાબના જથ્થા સાથે ત્રણને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે આ કામના અન્ય એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી ગઇકાલે મુંદરા પોલીસે ધ્રબ સીમમાં આવેલી ઘનશ્યામ કોમ્પલેક્ષની દુકાનોમાં દરોડા પાડી અલગ-અલગ શરાબની 107 બોટલ તથા 48 બિયરના ટીન એમ કુલ્લે રૂા. 75,381નો શરાબનો જથ્થો તથા ત્રણ મોબાઇલ જેની કિં. રૂા. 23,000 એમ કુલ્લે રૂા. 98381ના મુદ્દામાલ સાથે ને ઝડપી લીધા હતા. જ્યારે આ કામના અન્ય આરોપી ને ઝડપવા છાનબીન આદરી છે.બીજી તરફ માંડવીના નાના આસંબિયા પાસે પોલીસે 38 હજારના શરાબના જથ્થા સાથે માધાપરના શખ્સને પકડી લીધો હતો. સવારે નાના આસંબિયા સ્કૂલ સામે આવેલા પુલ પાસે ભુજ-માંડવી માર્ગ પરથી બાતમીના આધારે એલસીબીએ એકિટવાથી આવતા માધાપર (તા. ભુજ)ના અલગ અલગ બ્રાન્ડની શરાબની 19 બોટલ જેની કિં. રૂા. 30000 તથા એકિટવા જેની કિં. રૂા. 3000 અને એક મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 73 હજારના મુદ્દામાલ સાથે ઝડપી કોડાય પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.