ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બર થી વધુ એક ફ્લાઈટ શરૂ થવા બદલ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ કેન્દ્ર સરકારનો આભાર માન્યો

કચ્છના હવાઈ જોડાણને વધુ સુદૃઢ બનાવતા ભુજથી દિલ્હી વચ્ચે આગામી 25મી તારીખથી
વધુ એક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે, જેને લઈને કચ્છના નાગરિકોમાં આનંદની લાગણી જોવા
મળી રહી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ કચ્છ
પ્રત્યે સંવેદનશીલતા ધરાવનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, “ભુજ-દિલ્હી વચ્ચે વધુ એક હવાઈ સેવા શરૂ થવાથી કચ્છ અને
દિલ્હી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. કચ્છના વેપારીઓ, ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્રે,
વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા કામકાજ માટે દિલ્હી આવન-જાવન કરતા નાગરિકોને તેનો સીધો લાભ
મળશે.”
કચ્છ જેવા વિશાળ અને મહત્વપૂર્ણ સરહદી જિલ્લામાં હવાઈ સુવિધાઓનો વિસ્તાર પણ
મહત્વપૂર્ણ છે. ભુજથી દેશની રાજધાની દિલ્હી માટે વધારાની ફ્લાઈટ શરૂ થવાથી કચ્છના હવાઈ
પરિવહન ક્ષેત્રને વધુ વેગ મળશે. કચ્છ થી દેશનાં અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા શરુ થાય માટે પણ
કેન્દ્ર માં રજુઆતો થાય છે.
સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સતત
રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ કચ્છના નાગરિકોને
અન્ય પ્રાંતો ને જોડતી વિમાની સેવા – સુવિધાઓ મળે તે માટે પ્રયાસો ચાલુ રહેશે. આ નવી ફ્લાઈટ
સેવા શરૂ થવા બદલ સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલય નો પુનઃ આભાર વ્યક્ત
કર્યો હતો.