કચ્છ યુનિવર્સિટીનો ભ્રષ્ટાચાર અને જિલ્લા ભાજપના આંતરિક વિવાદ ચરમસીમાએ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ કચ્છના શિક્ષણ મંત્રીની ગેરહાજરી

ભુજ : કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ કચ્છ જિલ્લાના ગુજરાત સરકારમાં એકમાત્ર મંત્રી અને જેમની પાસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ આવે છે એવા મંત્રી ત્રિકમભાઇ છાંગાની કચ્છ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં ગેરહાજરી ભ્રષ્ટાચાર સાથે વગોવાયેલી કચ્છ યુનિવર્સિટી અને કચ્છ ભાજપમાં ચાલતા વિવાદ બતાવે છે.

આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી.કે.હુંબલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર વર્ષે જેમનુ નામ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે એવા કચ્છના સપૂત સ્વાતંત્ર્ય સેનાની ક્રાતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ દિન ચોથી ઓક્ટોબરના કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજવામાં આવે છે આજે કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા પરંતુ છેલ્લા એક સપ્તાહ થી કચ્છ જિલ્લામાં મેળાના ઉદઘાટન સહિતના નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપતા રાજય સરકારના રાજય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીની યુનિવર્સિટીના પદવીદાન સમારંભગેરહાજરી ધણુ બધુ કહી જાય છે

છેલ્લા થી કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની ચાલતી તડામાર તૈયારીઓ ચાલતી હતી મંત્રી સાહેબને કચ્છના શિક્ષણ અને યુનિવર્સિટીના વિધાર્થીઓની ચિંતા હોય તો અન્ય કાર્યક્રમ છોડીને પણ કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં હાજરીઆપી શકે પરંતુ છેલ્લા ઘણા સમયથી કચ્છ યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ફરિયાદો આવે છે ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપના આગેવાનીમાં મોટા પાયે ગ્રુપ ચાલતા હોઈ કોઈ પણ વાતે મંત્રીને યુનિવર્સિટી સતાધીશો સાથે વાંકુ પડતા કચ્છના શિક્ષણ કે વિધાર્થીઓના હિતના બદલે વ્યક્તિગત અહંમને વધુ મહત્વ આપી વર્ષમાં એક વખત થતા યુનિવર્સિટીમાં ઉત્તિર્ણ થયેલા વિધાર્થીઓને ડીગ્રી એનાયત કરવાના પદવીદાન સમારંભમાં ગેરહાજર રહેવાને વધુ પસંદ કર્યુ હતુ. એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અંજલિ ગોરની યાદીમાં જણાવાયું છે