સીએમ:લોકલક્ષી યોજનાઓથી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પં. દીનદયાળ ઓડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત `વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાની ઝાંખી વિવિધ પેનલ, પોસ્ટર્સ અને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી રજૂ કરવામાં આવી છે, જેને મુખ્યમંત્રીએ નિહાળી હતી.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રદર્શનની મુલાકાતે આવેલાં નાગરિકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ લોકલક્ષી યોજનાઓના માધ્યમથી તમામ નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. આ પ્રદર્શનમાં ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. વડાપ્રધાનની 25 વર્ષની વિકાસયાત્રા સાથે સંકળાયેલી કામગીરી અંગે મુલાકાતીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરાયું છે.