શિણાય સોસાયટી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ માટે આયોજન ઘડવા માંગ

શિણાયના નવા બનતા સોસાયટી વિસ્તારોમાં  રસ્તા તથા પાણી ગટર લાઈન સહિતની માળખાગત સુવિધાઓનું આયોજન ઘડવામાં આવે તેવી માંગ સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.સૂત્રો પરથી મળતી માહિતી શિણાયમાં બની ગયેલી તથા નવી આકાર લઈ રહેલી સોસાયટીઓમાં પીવાના પાણીની લાઈનો નાખવામાં આવે તો ભવિષ્યમાં વ્યવસ્થિત આયોજન થઈ શકે તેમ છે. આ ઉપરાંત ગટર લાઈનની વ્યવસ્થા નથી ડેવલોપર્સ પોતાના સ્વખર્ચે ગટર લાઈન કિડાણા બાજુ લઈ જઈ રહ્યા છે જો મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો ડેવલોપર્સ પણ સ્વખર્ચે મહાનગરપાલિકાના માર્ગદર્શન મુજબ લાઈન નાખવાની કામગીરી કરશે અને જરૂરી સહયોગ પણ આપવામાં આવશે તેમ કહીને મહાવીર ડેવલોપર્સએ કમિશનરને પત્ર પાઠવીને મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડ ખોલાવી આપવામાં આવે તો શિણાયમાં કામ કરતા ડેવલોપર્સ પોતાની સોસાયટીની બાજુમાં આવેલા ટીપી રોડ પોતાના ખર્ચે પણ બનાવવા તૈયાર છે આ બાબતે તંત્ર દ્વારા બિલ્ડરો સાથે બેઠક કરીને તમામ બાબતોની ચર્ચા કરીને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.