ગઢશીશા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોત

image

માંડવી-ગઢશીશા માર્ગ પર કોલીયાણ પાટિયા પાસે સોમવારે બે બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવાને જીવ ખોયા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલો અન્ય એક યુવક સારવાર હેઠળ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી આ જીવલેણ ઘટનાથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ જીવલેણ દુર્ઘટનામાં બનાવસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત નિરોણાના વતની અને હાલ માંડવી રહેતા નું માંડવી હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, બંને હતભાગી યુવકના થોડા મહિનાઓ પહેલાં જ લગ્ન થયાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વ્યવસાયે કડિયાકામ કરતો યુવાન તેના માસીના દીકરા ભાઈ સાથે બાઈકથી માંડવીથી ગઢશીશા પાસે આવેલા ભુઠ્ઠીપીરના મેળામાં જઈ રહ્યો હતા, જ્યારે હતભાગી વિશાલ બાઈક નંબર જીજે 12 એચડી 9708થી પરત ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન, કોલીયાણ પાટિયા પાસે પહોંચતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને આશાસ્પદ યુવાનનાં મોત થયાં હતાં. બનાવની જાણ થતાં જ બંને યુવકના પરિવારજનો સાથે સમાજના આગેવાનો સહિતના મદદઅર્થે હોસ્પિટલ દોડી આવ્યા હતા. આવા અકસ્માતના બનાવો સમયે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને ભુજ સુધી જવું પડતું હોવાથી આ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરવા પરિવારજનોએ રાજકીય આગેવાનો પાસે માંગ કરી હતી.