અંજાર પોલીસે શરાબ ભરેલી કારનો પીછો કરતાં કાર નાળાંમાં ખાબકી

અંજારના સતાપર ફાટક પાસે પોલીસે પૂર્વ બાતમીના આધારે એક કારનો પીછો કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી તીવ્ર ગતિએ જઈ રહેલી કાર લાખાપરથી ચાંદ્રાણી તરફ જતાં શ્રીકૃષ્ણ ગૌશાળા સામે આંબાપર ગામ તરફ જતાં નાળાંમાં ખાબકતાં કારચાલકનું મોત થયું હતું. પોલીસે આ ગાડીમાંથી રૂા. 31,075નો દારૂ જપ્ત કર્યો હતો. અંજાર પોલીસમાં ફરજ બજાવતા ગત રાત્રે સતાપર ફાટક પાસે પૂર્વ બાતમીના આધારે સફેદ રંગની ફ્રોન્ક્સ ગાડીની વોચમાં હતા. એ.પી.એમ.સી. બાજુથી આવતી આ કાર ફાટક બંધ હોવાથી પૂરઝડપે સતાપર ગામ તરફ ગયેલી હતી, જેનો આ બંને કર્મીએ ખાનગી વાહનથી પીછો કરતાં આ કાર પૂરઝડપે નીકળી ગઈ હતી. દરમ્યાન પોલીસ ગોવર્ધન પર્વતથી સતાપર ગામ તરફ જતાં લાખાપર પહોંચતાં નો ફરિયાદી ને મિસકોલ આવ્યો હતો. ફરિયાદીએ સામેથી તેમને ફોન કરતાં શ્રીકૃષ્ણ ગૌશાળા પાસે એક ફોર વ્હીલરનો અકસ્માત થયાની જાણ કરી હતી. ફરિયાદી ત્યાં પહોંચતાં સફેદ રંગની ફ્રોન્ક્સ ગાડી અકસ્માત થયેલી જણાઈ હતી તથા ચાલકને ત્યાંથી પસાર થતા લોકોએ બહાર કાઢી બાજુમાં સૂવડાવ્યો હતો. દરમ્યાન પોલીસે 108ને જાણ કરી આ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે મોકલાયો હતો. આ ગાડીમાં દારૂ જણાઈ આવ્યો હતો તથા આસપાસ પોલીસ લખેલી લાલ રંગની પ્લેટ પણ મળી આવી હતી. આ વાહનને પોલીસ મથકે લઈ જઈ તેમાંથી ગ્રીન લેબલની 32 બોટલ, 8 પી.એમ.ની 23 એમ કુલ રૂા. 31,075નો દારૂ જપ્ત કરાયો હતો. આ અકસ્માત અંગે દુધઈ પોલીસ મથકે નોંધ કરાઈ હતી અને કાર નાળાંમાં ખાબકતાં કારચાલક યુવાનનું મોત થયું હોવાનું દુધઈ પોલીસે જણાવ્યું હતું.