ખારડિયાની સીમમાં 200 ફૂટ કેબલની તસ્કરી

નખત્રાણા તાલુકાના ખારડિયા ગામની સીમમાં આવેલી જમીનમાં બોરના કેબલ, જેની અંદાજિત કિં. રૂા. 6,000ની કોઈ ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ નિરોણા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. સૂત્રો પરથી મળતી માહિતી પોલીસે આપેલી વિગતો મુજબ, ખારડિયા ગામની સીમમાં ફરિયાદીની જમીનમાં રખાયેલા બોરથી સ્ટાર્ટર સુધીના 200 ફૂટના એલ્યુમિનિયમના કેબલ જેની અંદાજિત કિં. રૂા. 6,000ની કોઈ ચોર ઈસમે ચોરી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.