માતાના મઢ જતાં પદયાત્રીઓ ના ઘસારા ને ધ્યાને લઈ “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” – ભુજ

સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ ના સહયોગ થી મિરઝાપર પાસે “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”-2026 જેની પ્રારંભ તારીખ 07/10/2026 બુધવારે હતી તે પદયાત્રી ઘસારા ના કારણે તારીખ 06/10/2026 ના મંગળવારે સાંજે 06:00 કલાક થી શુભારંભ કરવામાં આવેલ છે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરા ના દર્શનાર્થે પદયાત્રી સાઇકલ અને નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં 200 થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો – વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો – ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પાડે છે તેમ જણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પો ની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે.
“માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” ની વિશેષતા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે મેડિકલ સુવિધા, તેમના બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદશ્રીએ લોક અપીલ કરી છે.
સર્વશ્રી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોળ, શ્રી ભીમજીભાઈ જોધાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી શિતલભાઈ શાહ, નખત્રાણા નગરપાલિકા પ્રમુખશ્રી વસંતભાઈ વાઘેલા, સર્વશ્રી મનીષભાઈ બારોટ, મીતભાઈ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ હાથી, પ્રકાશભાઈ મહેશ્વરી, મોહનભાઈ ચાવડા, નરેશભાઈ મહેશ્વરી, મયુરસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી, હિતેશભારથી, રવિભાઈ ગરવા, ચંદનસિંહ રાઠોડ, પ્રફુલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ બરડિયા, અલ્પેશભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા, રામભાઈ ગઢવી, જયંતભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, જયદીપસિંહ જાડેજા, મયંકભાઈ રૂપારેલ, જીગરભાઈ શાહુ, બિંદીયાબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, સાવિત્રીબેન જાટ, માનસીબેન શાહુ, મીનાક્ષીબેન, માવજીભાઈ દેસાઈ, હરેશભાઈ મહેશ્વરી, માવજીભાઈ ગુંસાઈ, હરેશભાઈ સાધુ અન્ય શુભેચ્છકો – સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા છે, તેમ સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.