માધાપરમાં વૃદ્ધાના ગળામાંથી સોનાંની ચેઈનની ખેંચતાણ

માધાપરમાં બે દિવસ પહેલાં કાળા કલરના મોપેડ-સ્કૂટર પર આવેલા બે અજાણ્યા લુખ્ખા વૃદ્ધાના ગળામાંથી સોનાંની ચેઈનની ચીલઝડપ કરી નાસી છૂટયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ગત તા. 4/10ના સવારે 7:30 વાગ્યાના અરસામાં માધાપરના બાપાદયાળુ નગર ખાતે રહેતા 75 વર્ષીય વૃદ્ધ તેમના ઘરની બાજુમાં આવેલા ઓમકારેશ્વર મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા ત્યારે પગે ચાલીને જતા તે વેળાએ કાળા કલરના મોપેડ-સ્કૂટરથી આવેલા બે શખ્સે વૃદ્ધના ગળામાં  હાથ નાખી ચેઈન ખેંચી લીધી હતી અને તેમને નીચે પટકી દીધા હતા. રાડારાડ કરતાં બન્ને નાસી છૂટયા હતા. સોનાંની ચેઈન 17 ગ્રામની કિં. રૂા. એક લાખની હોવાનું ભોગ બનનારના જમાઈ એ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.