નાસતો-ફરતો આરોપી ઝડપાયો:ગાંધીધામ
અહીંની બી- ડિવિઝન પોલીસે માદક પદાર્થના ગુનામાં કાયદાથી ભાગતા ફરતા અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપીની અટક કરવામાં આવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આરોપી સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા ચાર મહિનાથી નાસતો-ફરતો હતો. આરોપી ગાંધીધામ ખાતે જ હાજર હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.