અપહરણ તથા પોકસોનાં ગુના કામે ૧૦ વર્ષની સજા પામેલ અને પેરોલ રજા મેળવી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓ તરફથી જિલ્લાનાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ-ફર્લો/વચગાળાના જામીન પર ફરાર આરોપીઓ પકડવા ખાસ સુચના આપવામાં આવેલ.
જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી.રાજગોરનાં સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાળા પેરોલ ફર્લો સ્કવોડ ગાંધીધામની આગેવાનીમાં નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફર્લોના આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો ટીમ સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૧/૨૦૧૮ ઈ.પી.કો.ક.૩૬૩, ૩૬૬,૩૭૬(૩), પોકસો ૪,૮ મુજબ ના ગુના કામેના પાકા કેદી ભ૨ત પ્રવિણભાઈ ગઢવી (ભાચરીયા) રહે. ગળપાદર, હાઉસીંગ બોર્ડ તા.ગાંધીધામ જી.કચ્છ હાલ રહે. માણાબા સીમ વિસ્તાર તા.રાપર વાળો રાજકોટ જેલથી દિન-૭ પેરોલરજા ૫૨ છોડવામાં આવેલ ત્યારબાદ તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ રાજકોટ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ રજા પરથી હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ ત્યારથી નાસતો ફરતો હોય જે હાલે માણાબા સીમ વિસ્તાર તા.રાપર મધ્યે હોવાની ચોક્કસ બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ઉપરોકત આરોપીને રાપર ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.