દુર્ગાપુર પાસે ગેરકાયદે સંગ્રહિત ખનિજનો જથ્થો ઝડપાયો

માંડવીના દુર્ગાપુર પાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલો બેન્ટોનાઇટ નો જથ્થો છ ટ્રક એલસીબીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.સૂત્રો પરથી મળતી માહિતી એલસીબીની ટીમ માંડવી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, દુર્ગાપુરપાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટો નાઇટ જથ્થો બહારથી ગાડી મારફત મંગાવી અધિકૃત રીતે સંગ્રહ થઇ રહ્યો છે. આ બાતમીના આધારે ઘટના સ્થળે જઇ એલસીબીએ તપાસ કરતા ત્યાં ઈસમ મળી આવતા પૂછતાછ કરતા તેણે જણાવ્યું કે, હું આધ્યશક્તિ માઇન કેમ્પના પ્રતિનિધિ તરીકે કામ કરું છું. તેઓ આ બેન્ટોનાઇટનો જથ્થો મંગાવ્યો છે અને આ ગાડીઓ-ડમ્પરો આ જગ્યાએ ખાલી કરાવવા આવ્યો હતો. આ વાહનો દેનમા લખપતથી આધ્યશક્તિ માઇન કેમ્પ દુર્ગાપુર રોયલટી મુજબ બેન્ટોનાઇટ ખનિજ નિયત જગ્યાએ ખાલી કરવાના હોય છે તે જગ્યાએ આ ખનિજનો જથ્થો ખાલી ન કરી અન્ય જગ્યાએ દુર્ગાપુર સર્વે નં. કીના સરકારી પ્લોટમાં આ જથ્થો પ્રોસેસ કરવા માટે રાખ્યો હતો. આ ગેરકાયદે રીતે સંગ્રહિત કરાયેલો જથ્થો સીજ કરી ઘટના સ્થળે ખાણ ખનિજ વિભાગ ભુજની ફલાઇંગ સ્કવોડ ટીમને બોલાવી જથ્થો માંડવી પોલીસ મથકે રખાવી કાર્યવાહી કરાઇ છે. દરોડા દરમ્યાન ખનિજ વાહનો ચાલક પર જપ્તીની કાર્યવાહી કરાઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ.એમ. મકવાણા, પી.એસ.આઇ. જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, હે.કો. મૂળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇ જોડાયા હતા.