પૂર્વ કચ્છ પોલીસે ત્રણ નાસતા ઈસમોને ઝડપી પાડ્યા
પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે મિશન ફ્યુજાટિવ ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગ દરમિયાન અંજાર અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા 3 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્રો પરથી મળતી માહિતી પકડાયેલા આરોપીઓમાં ગાંધીધામ એ-ડિવિઝન પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અંજાર પો.સ્ટે.ના બી.એન.એસ.ના ગુના કામે નાસતો ફરતો અને અંજાર પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુના કામે નો સમાવેશ થાય છે. એલ.સી.બીની ટીમે આ તમામ આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી અર્થે સંબંધિત પોલીસ મથકોને સોંપી આપ્યા છે.