માળિયા હાઈવે પર કાળનો કહેર! બેફામ ટ્રેલરે 30 ઘેટાંને ઘડીકમાં કચડી નાખ્યા, રોડ લોહીથી રંગાયો!

માળિયા પાસે હાઈવે પર કાલે બપોરે એક એવું હૃદય કંપાવી દે તેવું દ્રશ્ય સર્જાયું કે જોનારની આંખો પણ ભીની થઈ ગઈ.

ધોમધખતા તાપમાં એક નિર્દોષ ઘેટાંનું ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હતું. માલધારી પોતાના પરિવાર જેવા ઘેટાંને હાંકી રહ્યો હતો, ત્યાં જ પાછળથી પુરપાટ ઝડપે આવતા એક બેફામ ટ્રેલરે બ્રેક મારવાને બદલે સીધું ટોળામાં જ ટ્રક ઘુસાડી દીધું.

એક ચીસ… એક કાળી ચીચીયારી… અને જોતજોતામાં 30 જેટલા નિર્દોષ ઘેટાં ટ્રેલરના વિશાળ ટાયરો નીચે કચડાઈ ગયા. આખો હાઈવે લોહીથી લથબથ થઈ ગયો. કેટલાક ઘેટાં ત્યાં જ મરી ગયા, તો કેટલાક તરફડિયા મારતા રહ્યા.

આ ગોઝારી ઘટનાના દ્રશ્યો જત આમિરખાન ભાઈ લુણાએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે. વીડિયોમાં સાફ દેખાય છે કે કેવી રીતે હાઈવે પર ઘેટાંના મૃતદેહો પડ્યા છે, લોકોનું ટોળું ભેગું થઈ ગયું છે અને ટ્રેલરોની લાંબી લાઈન લાગી ગઈ છે.

એક ગરીબ માલધારી માટે તેના ઘેટાં એ જ તેની મૂડી હોય છે, આજે એક જ ઝાટકે તેની આખી જિંદગીની કમાણી રોડ પર વેરવિખેર થઈ ગઈ.