કાનમેરમાં ગાય પર ધારદાર હથિયાર વડે હુમલો કરાતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી

image

રાપર તાલુકાના હાઈવે પટ્ટીના કાનમેરમાં કોઈ અજાણ્યા ઇસમોએ એક ગર્ભવતી ગાય પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પાછળના બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવતાં ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી સમાચાર મળતાં જ કાનમેર સરપંચ અને સેવાભાવી ગ્રામજનો દ્વારા ગાયને તાત્કાલિક સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી આવું હીન કૃત્ય કરનાર ઈસમોને તાત્કાલિક પકડી કડક સજા કરવા ગાગોદર પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાનમેર સરપંચ સાથે ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ચકચારી બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.