ડીપીએ કંડલા દ્વારા 10 કરોડ એમટી કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિ હાસિલ

image

દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ ક્રમાંક  અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા મેગા પોર્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે આ સપ્તાહમાં જ ત્રીજી મહત્ત્વની સફળતા મેળવી હતી. પોર્ટના સત્તાવાર મળતી વિગતો મુજબ પોર્ટ દ્વારા મંગળવારે છ ઓક્ટોબરના 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિ મેળવી હતી. બે દિવસ પૂર્વે જ સિંગલ ડે કાર્ગો હેન્ડલિંગમાં અનુક્રમે નવ લાખ ટન અને 14 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરીને  મહત્ત્વની સફળતા મેળવી હતી, ત્યારે કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી. ગત નાણાકીય વર્ષ 2025- 26ની સરખામણીએ 51 દિવસ પૂર્વે જ પોર્ટ દ્વારા 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોર્ટ દ્વારા ગત વર્ષે 160 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને નંબર વનનું સ્થાન મેળવ્યું હતું અને ચાલુ નાણાકીય વર્ષમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક સાથે પોર્ટ આગળ વધી રહ્યું છે.