“લોકશાહી માટે આજનો દિવસ કાળો દિવસ” – કચ્છ કોંગ્રેસ

તા ૦૮, ભુજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સુચના થી ૦૮મી ઓક્ટોબર દેશભર સહીત કચ્છમાં પણ “કાળો દિવસ” મનાવવામાં આવ્યો હતો બંધારણે આપેલા અધિકારો મૂકી લોકશાહી ખતમ કરી નાખવાના બદઈરાદા સામે “ભારતીય લોકશાહી માટે કાળો દિવસ” કચ્છ કોંગ્રેસે ગણાવ્યો છે. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી છેલ્લા કેટલાય મહિનાથી “વોટ ચોરી” નામનું કેમ્પીંગ કરી સમગ્ર ભારત દેશને જાગૃત અને લોકશાહી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, સાથી સાંસદ સભ્યો, વિપક્ષની પાર્ટીઓના સાંસદ સભ્યો, કોંગ્રેસ પક્ષના આગેવાનો ,હોદેદારો, “સત્યાગ્રહ” નામ આપી ગાંધી ચિંધ્યા માર્ગે દિલ્હી ખાતે આંદોલન ચલાવી રહ્યા છે.
આ પ્રસંગે ઉગ્ર પ્રતિક્રિયા આપતા ભુજ શહેર પ્રમુખ શ્રી કિશોરદાન ગઢવી એ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની ધરપકડને લોકશાહીના અપમાન સમાન ગણાવી અને આ ઘટનાને શબ્દોમાં વખોડી ૭ ઓકટોબર એ લોકતંત્ર માટે “કાળો દિવસ” ગણાવી હવે ભાજપ સરકાર પતન તરફ જઈ રહી છે. હવે પ્રજામાં આક્રોશ છે જયાં સુધી જ્ઞાનેશ કુમારનું રાજીનામું નહીં પડે ત્યાં સુધી કોંગ્રેસપક્ષ ઉગ્ર લડત કરશે.
કોંગ્રેસ પક્ષ ભારત ગુજરાત સહીત કચ્છમાં આજ રોજ લોકશાહી માટે કાળો દિવસ છે જેના ભાગ રૂપે દેશભરમાં કોંગ્રેસ મુખ્ય ચુંટણી અધિકારી અને સરકાર સામે વિરોધ નોંધાવે છે. ચુંટણીપંચ સ્વાયત સંસ્થા છે.
તે કોઈપણ ચોક્કસ રાષ્ટ્રીય પાર્ટીને મદદ કરી શકે નહિ પણ વર્તમાન ચુંટણી અધિકારી ભારતના નાગરિકો ને આપેલા મતઅધિકાર સાથે ચેડા થઈ રહ્યા છે. મુખ્ય ચુંટણી અધિકારી આખા દેશમાં ૧૩ કરોડ મતદાતાઓના નામ ચુંટણી મતદાર યાદી માંથી કાઢી નાખ્યા છે. SIR ની કામગીરી જયારે ગુજરાત ચાલતી હતી ત્યારે કચ્છમાં પણ ૭૪ હજાર જેટલા નામો આજ ચુંટણી પંચે ફોર્મ નં- ૭ અમુક ચોક્કસ રાજકીય પક્ષના આગેવાનો પાસે ભરાવી આવું સડયંત્ર ચુંટણી પંચે રચ્યું હતું. કોંગ્રેસ પક્ષ મુખ્ય ચુંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર ના રાજીનામાં ની માંગ કરે છે. અગાઉ પણ લોકસભા અને વિધાનસભા ની ચુંટણીઓમાં પણ પારદર્શિતા થઇ હોય તેવું જણાતું નથી. મતદાર યાદી માં કેટલાય પ્રકારના છબરડાઓ, ભૂલો મતદારોના નામ રદ કરવા જેવી કેટલીયે ભૂલો સામે આવી છે. જે લોકશાહીમાં ખુબ શરમજનક ઘટના છે. કોંગ્રેસ પક્ષ જ્યાં સુધી સરકાર પારદર્શીત્તા ચુંટણી નહિ કરે, જ્ઞાનેશ કુમારનું રાજીનામું નહિ લે, કે અગાઉની કોઈપણ ચુંટણીઓમાં કોઈપણ અધિકારીએ આવી ગેરરીતી કરી હોય અને તેની સામે કડક કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ જનતાના હિતમાં લોકશાહી મુલ્યો ને સાચવવા લડત ચલાવશે તેવા સરકાર સામે આકરા પ્રહારો કચ્છ કોંગ્રેસે સરકાર સામે કર્યા છે. ઉપરાંત -જ્ઞાનેશ કુમાર કોન હૈ, દેશ કા ગદ્દાર હૈ” “લોકશાહી બચાવો ભાજપ ભગાવો” * ગલી ગલી મેં શોર હૈ ભાજપ સરકાર ચોર હૈ” જેવા નારાઓ થી ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા શહેરના હોદેદારો સેલ-પાંખના હોદેદારો સાથે આમ પ્રજાજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. એવું પ્રવક્તા અંજલિ ગોર ની યાદી એ જણાવેલ