મર્ડ૨ નાં ગુના કામે ૬ (છ) વર્ષ થી નાસ્તા ફરતા ૨હેલ બે આરોપીઓને સાંચોર રાજસ્થાન ખાતેથી શોધી પકડી પાડતી

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લા કક્ષાએ ગંભીર ગુના કામે નાસ્તા ફરતા રહેલ આરોપીઓને પકડી પાડવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળેલ અને વર્ષ-૨૦૨૧ ની અંદર ગાંધીધામ કાર્ગો આઝાદનગ૨ નટવાસ ખાતે આરોપીઓએ ગે.કા રીતે મંડળી રચી આ ફરીયાદીના પત્ની સાથે અગાઉના ઝઘડા અંગેનુ મનદુ:ખ રાખી ફરીયાદીની પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીઓ કેરોસીનના ડબલામાંથી ફરીયાદીની પત્ની તેજલબેન ઉપ૨ કેરોસીન છાંટી દીવાસળી સળગાવી ફરીયાદીની પત્નીને આગ લગાડી જાનથી મારી નાખેલ જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના ૨જી નંબર ભાગ અ.- ૧૧૯૯૩૦૦૭૨૧૦૦૨૭/૨૦૨૧ ઈ.પી.કો. કલમ-૩૦૨,૩૦૭,૧૪૩, ૨૯૪(બી), ૫૦૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ નો ગુનો તા- ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ જાહે૨ થયેલ જે ગુના કામે આરોપીઓ (૧) વિનોદ ચોકીન નટ ઉ.વ.૪૭ (૨) હિતેશ વિનોદ નટ ઉ.વ.૨૦ (૩) કિશન મેમર ઉર્ફે મહેન્દ્ર નટ ઉ.વ.૨૭ તથા (૪) પ્રકાશ મેમર ઉર્ફે મહેન્દ્ર નટ રહે- ચારેય કાર્ગો આઝાદનગર, નટવાસ ગાંધીધામ વાળાઓની ધરપકડ ક૨વામાં આવેલ. આ કેસ સબંધે સેશન્સ કોર્ટ કેસ નંબ૨-૩૨/૨૦૨૧ ના કામે સ્પે.જજ અને એડિશ્નલ સેશન્સ જજ સાહેબ ગાંધીધામ કોર્ટ દ્વારા તા-૩૦/૧૨/૨૦૨૨ ના રોજ પકડાયેલ ચારેય આરોપીઓને આજીવન કેદની સજા તથા રોકડા રૂ.૧૦,૦૦૦/-નો દંડ ક૨વામાં આવેલ હતો.

ઉપરોકત મર્ડર ના ગુના કામે સંડોવાયેલ ૨ (બે) મહિલા આરોપીઓ જે ગુનો કર્યા બાદ છેલ્લા ૬ (છ) વર્ષ થી પોતાની ધરપકડ થી બચવા સારૂ નાસ્તા ફરતા રહેલ હોય જે બન્ને મહિલા આરોપીઓની અવાર-નવાર રાજસ્થાન રાજયમાં તપાસ ક૨તા મળી આવેલ ન હોય જે બન્ને મહીલા આરોપીઓ બાબતે હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મેળવી પોલીસ સબ ઇન્સપેકટર એલ.એન.વાઢીયા સાથે પોલીસ ટીમ રાજસ્થાન ખાતે મોકલી મર્ડર ના ગુના કામે સંડોવાયેલ ૨(બે) મહિલા આરોપીઓને સાંચોર (રાજસ્થાન) ખાતે થી શોધી પકડી પાડી અહી ગાંધીધામ ખાતે લાવી બન્ને ની ગુના કામે સંડોવણી આધારે ગુના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.