ભુજ-મીરઝાપર હાઈવે પર ચક્કાજામ! કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો, પદયાત્રીઓ કલાકો સુધી રોડ પર ફસાયા

ભુજ-મીરઝાપર હાઈવે પર આજે સાંજે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે ટ્રેલરો, ખાનગી કારો અને બાઈકોની લાંબી કતારો લાગતા હાઈવે પર કિલોમીટરો સુધી વાહનો થંભી ગયા હતા.

સૌથી વધુ હાલાકી પદયાત્રીઓને પડી હતી. કલાકો સુધી રસ્તા પર ફસાતા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કચ્છમાં દર વર્ષે યોજાતા મેળાને કારણે વાહનોની અવરજવર એકદમ વધી જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ધીમે ધીમે આગળ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.