વાહ PGVCL વાહ! લૈયારી ગામને ફરી રોશન કરી દીધું, જાગૃત કર્મચારીઓની ત્વરિત કામગીરીને સલામ!

નખત્રાણાના લૈયારી વિસ્તારમાં અમુક ઠેકાણે લાઈટ ગુલ થઈ ગઈ હતી, તાર પડી ગયો હતો કે મોટો ફોલ્ટ હતો તેની જાણ થતા જ PGVCL ની ટીમે તાત્કાલિક દોડી આવીને શાનદાર કામગીરી કરી બતાવી છે.

મથલ સાઈડ કામમાં હોવા છતાં વહેલી તકે આવીને PGVCL ના જાગૃત કર્મચારીઓએ ફોલ્ટ શોધી કાઢીને આખા લૈયારી વિસ્તારમાં લાઈટ પૂર્વવત કરી દીધી છે. જ્યાં અંધારપટ હતો ત્યાં હવે ઝળહળતો પ્રકાશ છે,ફરી લૈયારી ગામમાં લાઈટ ચાલુ થઈ ગઈ છે.

આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ લૈયારી ગામના લોકો વતી અને પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ ટીમ દ્વારા PGVCL ના તમામ કર્મચારીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.

આવા જાગૃત કર્મચારીઓ જ સાચા લોકસેવક છે!