ચાંદ્રોડા સીમમાં દેશી બંદૂક દારૂગોળા સાથે ત્રણની અટકાયત
અંજારના ચાંદ્રોડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી તેમની પાસેથી બંદૂક, શીશુ, દારૂગોળાનો પાવડર, બે મોબાઇલ, બાઇક એમ કુલ રૂા. 45,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી અંજારની સ્થાનિક પોલીસ ચાંદ્રોડા બાજુ ગઇકાલે સમી સાંજે પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન ઝડાઇ સીમમાં ત્રણ શખ્સો બાઇક લઇને શિકાર કરવા આવવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, દરમ્યાન બાતમીવાળું બાઇક આવતા પોલીસે ડંડા વડે વાહન ઊભું રખાવ્યું હતું અને એક શખ્સના ખભ્ભે બંદૂક ટીગાડેલી નજરે પડી હતી. ગામના ને પકડી પાડી પોલીસ મથકે લઇ જવાયા હતા. આ શખ્સો પાસેથી દેશી હાથ બનાવટની રૂા. 5000ની એક બંદૂક, બે બેટરી, શીશુ જેવી ધાતુના નાના ટુકડા તથા એક મોટો ટુકડો, દારૂગોળાનો પાવડર, બે મોબાઇલ તથા બાઇક એમ કુલ રૂા. 45,200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. યુવાન બંદૂક લઇ આવ્યો હતો અને પોતાનું બાઇક લઇ આવ્યો હતો. બાદમાં ત્રણેય સીમમાં શિકાર કરવા નીકળ્યા હતા. દરમ્યાન પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા.