નારાયણ સરોવરમાંથી પરપ્રાંતિય સગીરાનું અપહરણ
લખપત તાલુકાના નારાયણ સરોવરમાંથી પરપ્રાંતિય સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે નારાયણ સરોવર પોલીસ મથકે મૂળ પંચમહાલ બાજુના સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષ અને પાંચ માસની સગીર દીકરીનું ગત તા. 21/9ના રાતથી બીજા દિવસની સવાર સુધી આરોપી એ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.