સ્ટારલિંક મુદ્દે સરકાર-મસ્ક સામસામે

image

અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કના સોશિયલ મીડિયા પરના દાવાને કેન્દ્ર સરકારે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી એલન મસ્કે ભારતની સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસીસની નિયમનકારી પ્રણાલી પર પક્ષપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારે આ ટિપ્પણીઓને પાયાવિહોણી અને ગેરસમજથી ભરેલી ગણાવી છે. મસ્કે સરકારના જવાબ બાદ એવી ટિપ્પણી કરી નાખી હતી કે, ભારતના સાચા બોસ અંબાણી છે ? સ્ટારલિન્ક પાસે 165 દેશના લાયસન્સ છે. તેણે દરેક કાયદાના પાલનમાં પાંચ વર્ષ ગાળ્યા છે તો પણ હજુ કેમ લાયસન્સ મળતું નથી ? રાહુલ ગાંધીએ મસ્કને સમર્થન આપ્યું હતું. સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `#’ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, દેશમાં `અમુક અબજોપતિઓ’ દ્વારા ઇરાદાપૂર્વક સ્ટારાલિંકને બ્લોક કરવામાં આવી રહી છે, જેથી તેઓ દેશ પર પોતાની મોનોપોલી જાળવી શકે. આ આક્ષેપોના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશે તમામ ટેલિકોમ સેવાઓ માટે સમાન અને બિન-પક્ષપાતી અધિકૃતતા માળખું તૈયાર કર્યું છે. સત્તાવાર નિવેદન અનુસાર, ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન કંપનીઓને ટેલિકોમ લાયસન્સ આપવામાં આવ્યા છે. તમામ લાયસન્સધારકો માટે સુરક્ષા શરતોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી વપરાશકર્તાઓ અને તેમના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. હાલમાં આ ત્રણેય લાયસન્સધારકો માટે સુરક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે.  મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પેક્ટ્રમ ફાળવણી માટે આગળ વધી શકાશે. હાલમાં તમામ ત્રણ સંસ્થાઓ નિયમનકારી સ્તરે સમાન તબક્કે છે. આથી, ભારતનું નિયમનકારી માળખું અન્યાયી કે પક્ષપાતી છે તેવું સૂચન કરવું સંપૂર્ણપણે આધારહીન છે.