છેતરપીંડીના ગુના કામે ૭ (સાત) માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ગાાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગંભીર ગુના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે જરૂરી પ્રય્તનશીલ રહી કામગીરી ક૨વા જણાવેલ હોય અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૬૦૨૬૪/૨૦૨૬ ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબના ગુના કામે ફરીયાદીને સોયા રીફાઇન ઓઇલ ખરીદ ક૨વા બાબતે વિશ્વાસ કેળવાવી આરોપીઓ દ્વારા રૂપિયા- ૩૫,૮૧,૭૨૦/- (પાંત્રીસ લાખ એકયાસી હજાર સાતસો વીસ) મેળવી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય જે ગુના કામે સંડોવાયેલ આરોપી જે છેલ્લા ૭ (સાત) મહીના થી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેલ હોય જેને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે લખનઉ (ઉતરપ્રદેશ) ખાતે થી શોધી કાઢી તેની ગુના કામે સંડોવણી હોવાના પુરાવા આધારે ગાંધીધામ ખાતે લાવી આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપી ::
સંજીવ ગોવિંદપ્રસાદ અગ્રવાલ ઉ.વ-૫૬ ૨હે-મકાન નંબર-૫૩૭/યુ/૯૧૦, ભરતનગર, સીતાપુર રોડ, થાના-મંડીયાંવ જી-લખનઉ, ઉતરપ્રદેશ
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એન.બી.બામ્ભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.