ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તાર માંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગંભી૨ પ્રકા૨ના વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા તાજેતરમાં ગાંધીધામ જી.આઈ.ડી.સી. ખાતે આવેલ એટલાસ કેબલ્સ પ્રા.લીમીટેડ નામની કંપની માથી થયેલ ૩૨૯ મિટ૨ ફ્લેક્સીબલ કેબલ વાયર કિ.રૂ.૧૦,૪૭,૮૦૦/- ની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ-અ.ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૬૧૪૩૦/૨૦૨૬ ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૨૯(૩) મુજબનો ગુનો જાહેર થયેલ હોય આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ બાબતે માહીતી મેળવવા સારૂ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને જણાવેલ હોય જે બાબતે આરોપીઓની સી.સી.ટી.વી. કેમેરા તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ ક૨તા આ ચોરીના ગુના કામે વપરાયેલ બોલે૨ો વાહન બાબતે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી ૩ (ત્રણ) આરોપીઓને પકડી પાડી તેમની સદ૨ ગુના કામે પુછપરછ ક૨તા સદર ગુના કામે સંડોવણી જણાઈ આવતા આરોપીઓની ગુના કામે ધરપકડ કરી અન્ય સંડોવાયેલ આરોપીઓને પકડવા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) આસીફ ઈશાક સઠીયા ઉ.વ.૨૫ ૨હે- જુનાવાસ માધાપર કચ્છ (ગાડી માલીક)

(૨) ઈમરાન આદમ કુંભાર ઉ.વ.૩૯ ૨હે-મહેન્દી કોલોની ભુજ (ચોરીનો વાયર લેનાર)

(૨) રીઝવાન અબુબક૨ મજોઠી ઉ.વ.૨૧ ૨હે. બકાલી કોલીની ભુજ (મદદગારી)

:: કબ્જે કરેલ મુદામાલ ::

(૧) બોલેરો પીકઅપ વાહન ૨જી નંબર-જીજે-૧૨-સીટી-૪૭૪૫ કિ.રૂ. 3,00,000/-

ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ.ઈન્સ. એલ.એન.વાઢીયા તથા પો.સબ ઇન્સ. સી.એચ.બડીયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.