નખત્રાણા તાલુકાના લૈયારીમાં જત રાહેબ ભાઈ મિલણ ના ઘરનો દીવો બુઝાયો, આખું ગામ આંસુમાં
કહેવાય છે કે ઘર ઘર નથી હોતું, ઘર તો ઘરવાળીથી હોય છે. અને જ્યારે એ જ ઘરવાળી અચાનક જ છોડીને ચાલી જાય ત્યારે ઘરની દિવાલો પણ રડતી હોય છે.
આવો જ હૃદય કંપાવી દેનારો બનાવ નખત્રાણા તાલુકાના લૈયારી ગામમાં બન્યો છે.
લૈયારીમાં રહેતા જત રાહેબ ભાઈ મિલણ ના જીવનના આધાર સમા તેમના પત્નીનું ગઈકાલે અચાનક અવસાન થતા સમગ્ર તલ લૈયારી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કાલ સુધી જે ઘરમાં હાસ્યના અવાજો ગુંજતા હતા, જે ઘરમાં ચા-પાણીની લહેજત હતી, આજે એ જ ઘર સૂનું પડી ગયું છે. એક ખાટલો ખાલી થઈ ગયો, એક ચૂલો ઠંડો પડી ગયો. રાહેબ ભાઈની આંખો સામે હવે માત્ર તેમના પત્નીની યાદો જ રહી ગઈ છે.
તેમની પત્ની માત્ર પત્ની નહોતી, તે ઘરની લક્ષ્મી હતી, બાળકોની મા હતી, અને દરેક દુઃખમાં સાથે ઉભા રહેનારા સાચા જીવનસાથી હતા. તેમના અચાનક જતા રહેવાથી રાહેબ ભાઈના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે.
આજે આખું લૈયારી ગામ રાહેબ ભાઈના પરિવારની સાથે છે. આ દુઃખની ઘડીમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તેમના પત્નીને જન્નતુલ ફિરદોસમાં આલા મુકામ આપે અને પરિવારને આ અસહ્ય જુદાઈ સહન કરવાની શક્તિ આપે.અને આખા પરિવારને સબરે જમીલ અતા ફરમાવે