માનવતા હજી જીવે છે! નખત્રાણા તાલુકાના અંગિયામાં ગુમ થયેલું લેપટોપ નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી પરત કર્યું, પદયાત્રીઓમાં પોલીસની વાહ વાહ
કચ્છની આસ્થાના પ્રતીક સમા માતાના મઢની પદયાત્રા ચાલી રહી છે, લાખો શ્રદ્ધાળુઓ માતાના દરબાર તરફ જઈ રહ્યા છે. ભીડ, ભક્તિ અને થાક વચ્ચે અંગિયા પાસે આવેલા સેવા કેમ્પમાં એક પદયાત્રીનું કિંમતી લેપટોપ બેગ ભૂલથી રહી ગયું હતું. બેગમાં લેપટોપ અને અગત્યના દસ્તાવેજો હતા, માલિકનો જીવ અધ્ધર થઈ ગયો.
વાત નખત્રાણા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ પોલીસે જે ત્વરિતતા બતાવી તે ખરેખર પ્રશંસનીય છે.
નખત્રાણા પોલીસની ઈમાનદારીને સલામ!
સામાન્ય રીતે ખોવાયેલી વસ્તુ મળવી મુશ્કેલ હોય છે, પણ અહીં નખત્રાણા પોલીસે તરત જ એક્શન લઈ, કેમ્પના સેવાભાવીઓની મદદથી ગુમ થયેલ લેપટોપ બેગ શોધી કાઢી અને તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત કરી.
લેપટોપ પરત મળતા જ પદયાત્રીની આંખમાં હરખના આંસુ આવી ગયા અને તેણે પોલીસનો હાથ જોડીને આભાર માન્યો.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કચ્છ પોલીસ એટલે માત્ર કાયદો નહીં, પણ લોકોનો સાચો મિત્ર અને રખેવાળ.ભીડભાડ વાળા આ કપરા બંદોબસ્તમાં પણ નખત્રાણા પોલીસ સ્ટેશનના જવાનો જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવે છે, તેને સમગ્ર કચ્છ વંદન કરે છે.
પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ નખત્રાણા પોલીસ સ્ટેશનની આ કામગીરીને ખૂબ દિલથી સલામ કરે છે!