માતાના મઢ દર્શનાર્થીઓને નડેલા બે અકસ્માતમાં બેના જીવ ગયા

માતાના મઢ દર્શનાર્થે આવતા યાત્રિકોને બે જુદા-જુદા નડેલા અકસ્માતમાં બેના જીવનદીપ બુઝાયા છે.સૂત્રો પરથી મળતી માહિતી તા. 7-10ના માતાના મઢનાં દર્શન કરી ટુ-વ્હીલરથી પરત મોરબી જતા ગ્રુપની એક એક્ટિવાને ધાણેટી પાસે ટ્રકે અડફેટે લઇ લેતાં એક્ટિવા પાછળ બેઠેલી 23 વર્ષીય યુવાન પરિણીતા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં કમકામાટીભર્યું મોત થયું હતું. ગઇકાલે પદ્ધર પોલીસ મથકે મોરબી રહેતા રિક્ષાચાલક એવા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના સાળી-સાઢુ તથા અન્યો પોતાના ટુ-વ્હીલર મારફત માતાના મઢ દર્શને ગયા હતા. જેમાં તેમની પત્ની અને પુત્ર પણ ગયા હતા. તા. 7-10ના રાત્રે ફરિયાદી ને તેમના સાઢુ નો ફોન આવ્યો હતો અને આ કરુણ અકસ્માતની વિગતો આપી હતી. ફરિયાદીના એક્ટિવાયુવાન ચલાવતા હતા અને તેમની પાછળ ફરિયાદીના પત્ની અને પુત્ર હતા. આ ગ્રુપના તમામ લોકો ટુ-વ્હીલરથી માતાના મઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ધાણેટી પાસે આ એક્ટિવાને ટ્રક એ ઓવરટેક કરી અને ડાબી બાજુ દબાવતાં ત્રણે પડી ગયા હતા. પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. છોલછાંભ જેવી ઇજા થઇ હતી અને આ બાદ બચાવ થયો છે. ગંભીર રીતે ઘાયલ ને 108 મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. જ્યારે બીજી તરફ જામનગરથી બાઇકથી નીકળેલા બાવન વર્ષીય આધેડ ની બાઇક તા. 8-10ના ભુજોડી પાસે સ્લીપ થતાં માથાંમાં ગંભીર ઇજાનાં પગલે તેમનું મોત નીપજ્યું હતું.બીજી તરફ જામનગરના નાગેશ્વર ગામથી આધેડ અને તેના પત્ની બાઇકથી માતાના મઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા. તા. 8-10ના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ભુજોડી પાસે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થતાં માથાંના ભાગે ગંભીર ઇજા થઇ હતી આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો પત્ની મંગુબેને હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી.