જનકલ્યાણ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે‘દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા’નું સમાપન સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ માતાના મઢ પોચી

જનતાની સુખાકારી, દેશની પ્રગતિ અને ભારતના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના દીર્ઘાયુષ્યની
મંગલકામના સાથે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના સૌજન્યથી આયોજિત ‘દીર્ઘાયુષ્ય
સેવા સંકલ્પ પદયાત્રા’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
તા. 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજ આસો સુદ એકમના પાવન પ્રથમ નોરતે પદયાત્રા માતાના મઢ ખાતે
પહોંચી હતી. ત્યાં પદયાત્રાના આયોજકો અને સહભાગીઓએ મા આશાપુરાના પવિત્ર દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ
ઝુકાવી ધન્યતા અનુભવી હતી. સાંસદશ્રી નું સાકરની તુલાથી સન્માન થયું હતું. ૧૦૦ કિલો સાકર ત્યાં અર્પણ કરાઈ હતી.
ટ્રસ્ટી દ્વારા સાંસદશ્રી નું સાલ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરાયું હતું.
આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતાં જનકલ્યાણ, સમાજસેવા, રાષ્ટ્રપ્રેમ અને દેશના નેતૃત્વના
દીર્ઘાયુષ્યની શુભકામનાના સંકલ્પ સાથે જોડાયેલી રહી હતી. મા આશાપુરાના આશીર્વાદથી દેશ અને દેશવાસીઓ સુખી,
સમૃદ્ધ અને નિરોગી રહે તથા રાષ્ટ્ર સતત પ્રગતિના પંથે આગળ વધે તેવી મંગલકામના સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
પદયાત્રાની સફળ પૂર્ણાહુતિ સાથે સહભાગીઓએ સેવા, સમર્પણ અને સામાજિક એકતાના સંકલ્પને વધુ દૃઢ
બનાવ્યો હતો. માતાના મઢ ખાતે મા આશાપુરાનાં દર્શન કરી પદયાત્રાએ શ્રદ્ધા અને સંકલ્પપૂર્ણ વાતાવરણમાં પૂર્ણવિરામ
મેળવ્યું હતું.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે વિક્રમસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ બારોટ,
મયુરસિંહ જાડેજા, નરેશભાઈ મહેશ્વરી, ચંદનસિંહ રાઠોડ, વિરમભાઈ આહીર, યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ,
અશોકભાઈ હાથી, રાજુભાઈ સરદાર, ગણપતભાઈ રાજગોર, નિલેશભાઈ દાફડા, શક્તિસિંહ ઝાલા, ભીમજીભાઈ ચાવડા,
હરેશભાઈ લોન્ચા, ભરતભાઈ રોશિયા, દિપકભાઈ પટેલ, જયંતભાઈ ઠક્કર, શંકરભાઈ પરમાર, જીગરભાઈ ગોહિલ,
સિધ્ધરાજસિંહ સોઢા, લખપત તાલુકા ભાજપ ના આગેવાનો વિગેરે લોકો જોડાયા હતા.