ભુજ જીતો ચેપ્ટર ફાઉન્ડેશનના ચેરમેન તરીકે પંકજ મહેતાની પુનઃ વરણી

6011784b-06ed-4769-b0c5-31f687071aee

વર્ષ ૨૦૨૬–૨૦૨૮ની નવી ટીમની જાહેરાત; દાતાઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન

ભુજ જીતો ચેપ્ટર ફાઉન્ડેશનની બીજી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં ભુજની હોટેલ રેજેન્ટા ખાતે સભ્યો અને તેમના પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નવકાર મહામંત્રના પવિત્ર સ્મરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ફાઉન્ડેશનના નિયમો અનુસાર આગામી બે વર્ષના કાર્યકાળ માટે શ્રી પંકજ મહેતા, શ્રી બિરજુ શાહ તથા શ્રી સંજય દેસાઈની ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી પંકજ મહેતાની ચેરમેન તરીકે સર્વસંમતિથી પુનઃ વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ આ નિર્ણયને હર્ષભેર વધાવ્યો હતો.

વર્ષ ૨૦૨૬–૨૦૨૮ માટે જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં વાઇસ ચેરમેન તરીકે શ્રી પારસ મહેતા તથા શ્રી સંજય દેસાઈ, ચીફ સેક્રેટરી તરીકે શ્રી બિરજુ શાહ, સેક્રેટરી તરીકે શ્રી દીપક પારેખ તથા શ્રી રાજન મહેતા, ટ્રેઝરર તરીકે શ્રી નીરજ શાહ અને સહ ટ્રેઝરર તરીકે શ્રીમતી કિંજલબેન શાહનો સમાવેશ થાય છે.

કમિટી સભ્યો તરીકે શ્રી ઓમ મહેતા, શ્રી સંદીપ દોશી, શ્રી કૈલાસ મહેતા, શ્રી વાડીલાલ સાવલા, શ્રી અશોકભાઈ સંઘવી તથા શ્રી કમલેશભાઈ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ગત બે વર્ષ દરમિયાન ચેપ્ટરને આર્થિક સહયોગ આપનાર દાતાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર સભ્યો અને ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. જીતો સ્પોર્ટ્સની કામગીરી માટે શ્રી ધર્મેશ પારેખ અને શ્રી અશ્વિન પારેખ, જીતો જોબ્સના શ્રેષ્ઠ કાર્યક્રમ માટે શ્રી અંકિત દેસાઈ અને શ્રી તાપસ શાહ તથા ચેપ્ટરના વિકાસમાં વિશેષ યોગદાન બદલ શ્રી રાજન મહેતા અને શ્રીમતી કિંજલબેન શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવકાર મહામંત્ર કાર્યક્રમના સંચાલન માટે શ્રી ભાવિન શેઠ અને શ્રી હર્ષ સંઘવી, શ્રમણ આરોગ્યમની કામગીરી માટે શ્રી નીરજ શાહ, એપેક્સના મહાનુભાવોના ભુજ ખાતે સંકલન તથા જીતો પોઇન્ટની કામગીરી માટે શ્રી ધર્મેશ મહેતા અને શ્રી મેહુલ મહેતા તેમજ કચ્છ યુનિવર્સિટી સાથેના સંકલન માટે શ્રી સંજય દેસાઈ અને શ્રી દીપક પારેખનું સન્માન કરવામાં આવ્યું હતું.

આર્થિક સહયોગ બદલ શ્રી ધીરજ એ. મહેતા–વાસ્તુ ગ્રુપ, શ્રી વાડીલાલ સાવલા, શ્રી પંકજ મહેતા–વાગડ્સ ગ્રુપ, શ્રી સંજય શાહ, શ્રી કમલેશ સંઘવી, ટાઇમ સ્ક્વેર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ તથા બી-ક્યુબ ગ્રુપના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મેઇન ચેપ્ટર, લેડીઝ વિંગ તથા યુથ વિંગમાં મોટી સંખ્યામાં નવા જોડાયેલા સભ્યોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. સભ્યો અને પરિવારજનો વચ્ચે પરસ્પર પરિચય તથા આત્મીયતા વધે તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચેરમેન શ્રી પંકજ મહેતાએ આગામી કાર્યકાળનું વિઝન રજૂ કરતાં સંગઠનને મજબૂત બનાવવા, સેવાકાર્યોને વિસ્તારવા, જ્ઞાન અને શિક્ષણની તકો વધારવા તથા સભ્યોના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ્સની રૂપરેખા રજૂ કરી હતી. વ્યવસાયિક સંકલન, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન તથા સ્કોલરશિપ દ્વારા સહાય જેવા વિષયો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સભ્યોએ આ આયોજનને ઉત્સાહભેર વધાવ્યું હતું.

તાજેતરમાં ઇન્દોર ખાતે યોજાયેલી જીતો એપેક્સની બેઠકમાં ગુજરાત ઝોનના નવા ચેપ્ટરો પૈકી નોંધપાત્ર કામગીરી બદલ ભુજ જીતો ચેપ્ટરને મળેલા *“Emerging Chapter Award”*ની પણ આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સિદ્ધિ માટે પદાધિકારીઓ, વિવિધ ટીમો અને સભ્યોના સામૂહિક પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.

સભા તથા કાર્યક્રમનું સંચાલન ચીફ સેક્રેટરી શ્રી બિરજુ શાહે કર્યું હતું. શ્રી સંજય દેસાઈએ ઉપસ્થિત સભ્યો, પરિવારજનો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ માહિતી ભુજ જીતો ચેપ્ટરના મીડિયા કન્વીનર શ્રી તાપસ શાહે આપી હતી.