આદિપુરમાં યુવાન પાસેથી મકાન-ફોન વાહન મેળવી 35.50 લાખની છેતરપિંડી

આદિપુરમાં રહેનાર યુવાનને વિશ્વાસમાં લઇ ઘર ખરીદી કરાવી, ઉછીના પૈસા લઇ તથા મોબાઇલ અને દ્વિચક્રિય વાહન ખરીદી કરાવી બાદમાં નીકળતા પૈસા પરત ન આપતા એક મહિલા સામે રૂા. 34,50,260ની છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરના 4-બી વિસ્તારમાં રહેનાર ફરિયાદી વિજય અમરશી સોલંકીનો અગાઉ ટાગોર રોડ પાસે શિણાય ઓટો નામની દુકાન આવેલી હતી. આ ગેરેજમાં વિમા કોલિંગ માટે કિડાણામાં રહેનાર શબનમ અયુબ પઠાણને કામે રાખવામાં આવી હતી. સાથે અન્ય આઠથી દસ લોકાકે પણ આ ગેરેજમાં કામ કરતા હતા. શરૂઆતમાં આ મહિલા ઘરેથી જમવાનું લાવી સ્ટાફના માણસોને ખવડાવી,  સારૂં વર્તન કરતી હતી. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઇ હોટેલમાં જમવા, ફરવા જતા હતા દરમ્યાન સ્ટાફના રહેવા માટે ફરિયાદી મકાનની શોધ કરતા હતા તેવામાં આ મહિલાએ પોતાની બાજુમાં પિંકસિટી કિડાણામાં મકાન નંબર 192 ખરીદ કરવા કહ્યું હતું. સાટા કરારથી આ મકાન ખરીદયા બાદ મહિલાએ પોતાને આ મકાન લેવાનું કહ્યું હતું. પણ પોતાની પાસે અત્યારે રૂપિયા ન હોવાનું કહી મારા નામે દસ્તાવેજ થઇ જાય માટે ઉછીના રૂપિયા ફરિયાદી પાસે માંગયા હતા. મારી વિશી ચાલુ છે, પતી શિપીંગ કંપનીમાં કામ કરે છે મારી બેઠી આવક છે ઘરે કંટાળો આવે છે એટલે નોકરી કરે છે. વગેરે વાતો કરી હતી. દરમ્યાન ફરિયાદીએ મકાન માટે પૈસા આપી ઉપરનો માળ બનાવી તેમાં ફર્નિચર લગાડાવ્યું હતું. તેમજ આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. 2,31,140 ઓનલાઇન મેળવ્યા હતા.  અને દબાણકરી આઇફોન તથા એકટીવા (એકસેસ) ફરિયાદી પાસેથી ખરીદી કરાવેલ હતું. આ તમામ રકમ પરત માંગતા બદનામ કરવાની તથા જેલમાં નખાવી દેવાની, દવા પીને મરી જઇશ અને તમારા બધાના નામ લખાવવાની ધમકી આ આરોપી મહિલા આપતા હતા. ફરિયાદીની ગેરેજ પણ બંધ થઇ જતાં તેમણે કંટાળીને ગત તા. 8-10ના પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. સારવાર બાદ તે સ્વસ્થ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.