આદિપુરમાં પત્નીનો ઠપકો લાગી આવતાં પતિએ જીવન ટૂંકાવ્યું
આદિપુરમાં પત્નીએ આપેલો ઠપકો લાગી આવતાં પતિ કિષ્ણાબહાદુર જંગબહાદુર શાહી (ઉ.વ.45)એ ગળેફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો હતો. વોર્ડ નં.3/એ વિસ્તારમાં ગઢવી છાત્રાલય ખાતે રહેતા કિષ્ણાબહાદુર નામના યુવાનને ગત તા. 9/10ના 10.30 વાગ્યાના અરસામાં પોતાનાં ઘરે દોરી વડે ફાંસો ખાધો હતો. આ યુવાન દારૂ પીને આવતાં તેની પત્નીએ ઠપકો આપતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું આદિપુર પોલીસ મથકે નોંધાયેલી નોંધમાં જણાવવામાં આવ્યુ છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.