ખાવડા અકસ્માત : પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈ-વે ડિવિઝન દ્વારા તપાસ

image

 ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા  આર.ઈ. પાર્કના અકસ્માત  મામલે સર્વગ્રાહી તપાસ કરાશે તેવુ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, બોલેરો જીપકારમાં 35 જેટલા શ્રમિક સવાર હતા. મધ્યરાત્રિના અરસામાં ટ્રેલર અને બોલેરો વચ્ચે મોભેર ટક્કર થતાં સાત શ્રમિકનાં તત્કાળ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ઘવાયેલા લોકોને જી.કે. જનરલ હોસ્પિટલમાં  સારવાર અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું. તબીબોની ટીમ સારવાર માટે તૈનાત કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું  કે, આ અકસ્માત મામલે  પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા, આરટીઓ  અને નેશનલ હાઈ-વે ડિવિઝનની ટીમ મોકલવામાં આવી છે. ટીમ દ્વારા બનાવ કઈ રીતે બન્યો,  તેના કારણો અને કઈ ખામીઓના કારણે સર્જાયો તેની  તપાસ કરાશે અને સાચું કારણ બહાર લાવવામાં આવશે તેવું ઉમેર્યું હતું.