દુર્ગાપુર પાછળ આવેલ સરકારી જમીનમા ગે.કા બેન્ટોનાઇટનો જથ્થો ઝડપાયો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ એચ શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પ્રવિન્દ્રસિંહ ચૌધરીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પ્રવિન્દ્રસિંહ ચૌધરીનાઓને બાતમી હકીકત મળેલ કે, રાયધણજર ગામની અંદર એક રજીસ્ટ્રર પ્લોટમાં તેમા સંગ્રહ કરેલ બેન્ટોનાઇટનો જથ્થો રોયલ્ટી કરતા વધુ પ્રમાણમાં સંગ્રહ કરેલ છે જે હકીકત આધારે ખાણ ખનીજ કચીરીના સ્ટાફને સાથે રાખી સંયુક્ત રીતે કામગીરી કરી સ્થાનિક જગ્યાએ તપાસ કરતા હાજર ઇસમ અલી અસગર હાલેપોત્રાની હાજરીમાં રજીસ્ટ્રર પ્લોટના દસ્તાવેજો તથા ક્લોઝીંગ સ્ટોક જેમાં રોયલ્ટી કરતા વધુ ૯૫૯૫ ૧૦ મેટ્રીક ટન વધુ જથ્થાનો બેન્ટોનાઇટ ખનીજ ટ્રાન્ઝીસ્ટ પાસ વિના અનાધિકૃત રીતે સંગ્રહ કરેલ હોય જેના પર કાયદેસરની કાર્યવાહી કરી કુલ્લે રૂ.૫૧,૦૮,૪૩૨/- નો દંડ કરાવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.