મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સુચના અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા HC દર્શનભાઇ રાવલ તથા PC મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ નાઈટમાં પ્રોહીબીશનના કેશો શોધવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ રહે. બારોઇ, તા.મુંદરા-કચ્છ વાળો પોતાના કબ્જાની સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ કાર જેના નંબર- GJ 08 AJ 7079 વાળીમાં ભારતીય વિદેશીદારૂના જથ્થો ભરીને વડાલા બાજુથી લુણી થઈને બારોઇ ગામ તરફ જવાનો છે જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા મરીન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.