ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે આરોપી ને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક. શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એલ.ખટાણા નોઆની સુચના થી પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે આરોપી ગોવિંદ ડાયાભાઈ કોલી ઉ.વ.૫૨ રહે-સરણવાંઢ તા.રાપર કચ્છ વાળાના રહેણાક મકાન માથી દેશી હાથ બનાવટની બંદુક મળી આવતા આરોપી ને પકડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.