દુષ્કર્મ ના ગુના કામેના વોન્ટેડ આરોપી ને પકડી પાડતી રાપર પોલીસ

મહે.શ્રી ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી.ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ,ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જીલ્લામાં બનતા દુષ્કર્મ તથા અપહરણના ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
તા.૨૨/૦૯/૨૦૨૬ ગુ.૨.૦.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ-૬૪(૨) (એમ),૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૩),૫૪ મુજબ નો ગુનો દાખલ થતા જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એલ.ખટાણા નાઓએ વોન્ટેડ આરોપી ને શોધી કાઢવા જરૂરી એકશન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સીસ ના આધારે વોન્ટેડ આરોપી રમેશ ઉર્ફે ભોજા ભીખાભાઈ સોલંકી ઉ.વ.૧૯ રહે.બાદરગઢ તા.રાપર કચ્છવાળા ને પકડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.