ગુજરાત સરકારે વિવિધ વિભાગના ચીફ સેક્રેટરીઓથી લઈ નિગમોના એમડી, મહત્વના જિલ્લાઓના કલેક્ટરો સહિત કુલ 79 સનદી અધિકારીઓની સામૂહિક બદલી કરી છે. બદલી અંતર્ગત કચ્છના કલેક્ટર રેમ્યા મોહન મુથડનાથની રાજકોટના કલેક્ટર તરીકે બદલી થઈ છે. એક તરફ, આજે સવારે કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અછત વ્યવસ્થાપન અંગે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે કરેલાં પ્રયાસોના દસ્તાવેજીકરણના પુસ્તકનું વિમોચન કરતા હતા તે સમયે જ કલેક્ટરની બદલીનો ઓર્ડર તૈયાર થઈ ગયો હતો. રેમ્યા મોહનના સ્થાને અરવલ્લી-મોડાસાના કલેક્ટર નાગરાજન એમ. કે જે 2009ની બેચના આઈએએસ અફસર છે તેમની નિમણ્ક થઈ છે.