“મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન”

WhatsApp Image 2026-10-12 at 5.31.08 PM

ભુજ, તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે ભીડનાકા પોલીસ ચોકી થી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સુધી ભવ્ય રેલી તથા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ કાર્યક્રમ માં ભવ્ય રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ કાળા રંગના કપડા પહેરી તેમજ મુખ્ય ચુંટણી અધિકારી તેમજ મોદી અને શાહના મુખોટા પહેરી અને તેમની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ રીતે વિરોધ વ્યક્ત કરી અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી મૂલ્યો જાળવવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચની કામગીરી અને સંસ્થાકીય કબજાના આક્ષેપ તથા મુખ્ય ચૂંટણી કમિશનરના એક પક્ષીય નિર્ણયો, આઈટી સિસ્ટમનું કેન્દ્રીકરણ અને મતદાર યાદીમાં ગડબડ સહિતના મુદ્દે પ્રહાર કરી જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરવા અને સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ, સંસ્થાકીય કબજો અને લોકશાહી વિરોધી કામગીરીના આક્ષેપ સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ વી.કે.હુંબલની આગેવાની હેઠળ સુત્રોચાર દ્વારા ભવ્ય વિરોધ રેલીનું આયોજન ભીડનાકા બહાર ભુજ થી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. વધુ માં હુંબલ એ જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્રારા ચૂંટણી કમિશનરના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે ચૂંટણી કમિશનર ને એક સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક થી ભાજપની સરકાર દેશમાં આવી ત્યારથી ચૂંટણી પંચ ભાજપનો દલાલ બની ને કામકરી રહ્યા છે તો આ રીતે જો કામ કરશે ચૂંટણી પંચ તો લોકશાહી ખતમ થઈ જવાની છે. આ દેશમાં લોકતંત્ર મટી જવાનું છે અને મોદી સરકાર પોતાના ફાયદા માટે થઈ પોતાના નિયમો બનાવી ચૂંટણી પંચ વિરોધ ક્યાંય ફરિયાદ ન થઈ શકે એની સામે કોઈ ગુનો ન નોંધી શકાય આવા નિયમો બનાવેલા છે. એની સામે સખત વિરોધ છે અને આ અમે નથી કહેતા તાજેતરમાં સામે આવેલા ચોંકાવનારા અહેવાલો મુજબ ચૂંટણી પંચના બે કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી) દ્વારા છેલ્લા ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા લેવામાં આવેલા એકપક્ષીય નિર્ણયો સામે ઔપચારિક વાંધો નોંધાવવામાં આવ્યો છે.આ વિગતોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા વોટ ચોરી અને ચૂંટણી તંત્ર સાથેની છેડછાડના આક્ષેપો વધુ પુષ્ટ થયાનું જણાવ્યું છે. એમાં SIR ની કામગીરી હોય. મતદાર યાદીની સુધારણા ની કામગીરી હોય. ત્યારે કેન્દ્રીય ચુંટણી પંચે ભાજપ ના ઈશારે સમગ્ર દેશ માંથી જીવિત ૧૩ કરોડ મતદારોના નામ કમી કરવાનું સડયાન્ત્ર રચ્યું તેમજ મત અધિકાર થી વંચિત રાખ્યા. ગુજરાતમાં પણ SIR ની કામગીરી થઈ રહી હતી ત્યારે કચ્છ માં ૭૪ હજાર નામો કાઢી ચોક્કસ સમુદાય ને જ્ઞાતિ ને ટાર્ગેટ કરી SC, ST, OBC લઘુમતી મતદારો ને દુર રાખવાનું ષડયંત્ર ભાજપના ઈશારે કચ્છ વહીવટી તંત્ર એ કર્યું હતું ત્યાર બાદ જેતે રાજ્યમાં SIR ની કામગીરી થઈ ત્યાં પણ મતદારોના નામો દાખલ કરવાની કામગીરી હોય તમામ જગ્યાએ ગેરરીતી કરી છે દેશ આખા એ આ બધું જોયું છે સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યા છે. ખાલી કોંગ્રેસ પક્ષ નહીં પણ દેશના તમામ વિપક્ષો, તમામ યુવાનો, વિદ્યાર્થી મિત્રો આજે રોડ-રસ્તા ઉપર છે. બધાની માંગણી એક જ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવો તેની ધરપકડ કરો અને જે જગ્યાએ ગેરરીતી થયેલ છે તેમના બધા નિર્ણયોની તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અત્યાર સુધી આ ભાજપની સરકાર જ્યાં જ્યાં બની છે ત્યાં વોટ ચોરી કરીને બની છે તો આ વોટ ચોરી ન થાય અને લોકશાહીનું રક્ષણ થાય. લોકતંત્રનું રક્ષણ થાય તેના માટે આજે કોંગ્રેસ પક્ષ મેદાનમાં ઉતરી છે.

આદરણીય રાષ્ટ્રીય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સમગ્ર દેશમાં જયારે મતદારોની મત અધિકાર બચાવવા, લોકશાહી બચાવવા, સવિધાન બચાવવા, સડક થી સંસદ સુધી લડાઈ લડી રહ્યા છે ત્યારે મોદી-શાહ અને ગુજરાત ભાજપના ટોચ ના નેતાઓ મહિલા મોરચાની બહેનો ને આગળ કરી અને પોતે ડરપોક ની રીતે છુપાયા હોય એવી ઘટના સર્જાય છે. ભાજપ મહિલા મોરચા ની બહેનો કચ્છ જીલ્લા કોંગ્રેસ કાર્યલય ની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી હતી પણ આ મહિલા મોરચા ની બહેનો રામ મંદિર ચોરી સમયે, બળાત્કારીઓ સામે ગુજરાતમાં દર એક કલાકે શોષણ થી પીડાતી મહિલાઓ પાંચ થી વધુ ફરિયાદી બને છે ત્યારે આ બહેનો કયા હોય છે ? આ મહિલાઓને ન્યાય અપાવવા ભાજપ મહિલા મોરચાની બહેનો ને ખરેખર આગળ આવવાની જરૂર છે.

આ વિરોધ કાર્યક્રમમાં સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ભુજ શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. એવું પ્રવક્તા અંજલિ ગોર ની યાદી એ જણાવ્યું છે.