કચ્છ જિલ્લાને “પ્રાઇમ મિનિસ્ટર ધન-ધાન્ય કૃષિ યોજના” (PMDDKY) અંતર્ગત નવી દિલ્હી ખાતે મળ્યું શ્રેષ્ઠ કામગીરીનું રાષ્ટ્રીય સન્માન

Kutch Award Story Agri Department Bhuj 2026 (4)

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા “પ્રાઇમ મિનિસ્ટર ધન-ધાન્ય કૃષિ યોજના” (Prime Minister Dhan-Dhaanya Krishi Yojana – PMDDKY) હેઠળ હાથ ધરાયેલ કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાતના કચ્છ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના વરદહસ્તે કચ્છ જિલ્લાને “Certificate of Excellence” અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવાસિયા અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહીને આ સન્માનનો સ્વીકારી કર્યો હતો.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ખેતીવાડી વિભાગ, તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને તેમની સરાહનીય સક્રિયતા અને યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.