ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ભટકાતાં યુવાનનું મોત:ગળપાદર
અહીંના ગળપાદર નજીક બ્રેકડાઉન થયેલી ટ્રકને તપાસ કરવા ચાલક નીચે ઊતરી તપાસ કરી રહ્યો હતો ત્યારે પાછળથી ધડાકાભેર બીજી ટ્રક ભટકાતાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી નખત્રાણાના બિબ્બર ચંદ્રનગરમાં રહેનાર યુવાન ગત તા. 8/10ના ગાંધીધામ મુંદરા ધોરીમાર્ગ બીએસએફ કેમ્પના ગેટ સામે ગળપાદર પાસે હતો. આ યુવાનની ટ્રક બ્રેકડાઉન થતાં તેણે પોતાનું વાહન બાજુએ મૂક્યું હતું અને બાદમાં તે પોતાનું વાહન ચેક કરવા નીચે ઊતરી આગળ ગયો હતો. દરમ્યાન પાછળથી ધસમસતી આવતી ટ્રક આવીને ઊભેલી આ ટ્રકમાં ભટકાઈ હતી, જેથી ઊભેલી ટ્રક આગળ વધી હતી અને તપાસ કરતા ના પેટ પરથી પૈડું ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહેંચી હતી. આ યુવાનને 108 મારફતે સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતમાં પાછળના ટ્રકચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બીજીબાજુ વરસામેડી નજીક વેલસ્પન વિદ્યામંદિર પાસે ટ્રક-ડમ્પરે બાઈકને હડફેટમાં લેતાં યુવાનનું મોત થયું હતું. વધુ એક જીવલેણ બનાવ વરસામેડી વેલસ્પન વિદ્યામંદિર આરટીઓ રોડ પર ગઈકાલે રાત્રે 9.30ના અરસામાં બન્યો હતો. અંજાર ખાતે કરિયાણાની દુકાનમાં કામ કરનાર યુવાન રાત્રે દુકાનેથી ઘર બાજુ બાઈક લઈને જઈ રહ્યો હતો. દરમ્યાન ટ્રક ડમ્પર એ આ બાઈકને હડફેટમાં લેતાં ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહેંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે યુવાનના પિતા એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.