25 લાખ ભરેલો થેલો લઈ શખ્સ ગાયબ થતાં ગુનો દર્જ:ગાંધીધામ
ઉત્તરપ્રદેશ અહીં ધંધાર્થે રૂા. 25 લાખ લઈને આવેલા યુવાનની રૂપિયા ભરેલી બેગ અને તેનો સંબંધી નાસી થતાં અને બાદમાં રૂપિયા પરત ન આપતા તેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સૂત્રો પરથી મળતી માહિતી ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધનગર ગઢીમાં રહેનાર યુવાન કાસેઝમાં ભંગાર લે-વેંચનો વ્યવસાય કરે છે. તેના ભત્રીજા એ પોતાના સાળા ને કામે રાખવા અને તેની જવાબદારી લીધી હતી. જેથી ફરિયાદીએ ધંધાર્થે ભેગા કરેલા 25 લાખ લઈ તથા અન્ય બે મિત્રો સાથે ગાંધીધામ આવ્યો હતો અને લોહાણા મહાજન વાડીમાં રૂમ ભાડે રાખી ત્યાં પૈસા ભરેલો બેગ મુકયો હતો. બાદમાં ફરિયાદી તથા અન્ય બે મિત્રો હિતેશ ગરવાના ઘરે ગયા હતા. જ્યારે વિવેક રૂમ ઉપર હતો તેને રૂપિયા સાચવવા જણાવાયું હતું. ઘરેથી સવારે ત્રણેય મિત્રો લોહાણા મહાજનવાડીએ આવતા રૂપિયા ભરેલો બેગ લઈને ગાયબ થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં તેની શોધખોળ કરતા તે હરિયાણાથી મળી આવ્યો હતો. તેને રૂપિયા પરત આપવાનું કહેતા તેવો રૂપિયા પરત ન આપી ફરિયાદ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.