ડગાળામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ
ભુજ તાલુકાના ડગાળામાં ખાનગી પ્લાન્ટની બાજુમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી 36 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં ડગાળામાં સેવન માઈક્રોપ્લાન્ટની બાજુમાં પાણીના ટાંકામાં પડી જતાં તે પાણીમાં ગરક થઈ ગયા હતા. પાણીમાંથી બહાર કાઢી તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ હતી. અબડાસા તાલુકાના રવા ગામે રહેતા માનસિક રીતે અસ્વસ્થ એવા 57 વર્ષીય પ્રૌઢ એ દવા પી લેતાં તેમનું મોત થયું હતું. અબડાસાના રવા ગામે રહેતા માનસિક રીતે અસ્વસ્થ હતા. ગઈકાલે બપોરે રવાના વાડીવિસ્તારમાં તેમણે કોઈ અગમ્ય કારણે દવા પી લેતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સાંજે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો લખાવાઈ હતી.