ભુજ તાલુકાનાં ગામમાંથી સગીરાનું અપહરણ

ભુજ તાલુકાના આહીરપટ્ટીના એક ગામમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે પધ્ધર પોલીસ મથકે 17 વર્ષ અને સાત મહિનાની સગીરાનું અપહરણ થતાં તેના પિતાએ આરોપી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. 9/10ના રાતથી બીજા દિવસની સવાર સુધી આરોપી એ ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. એ. ડી. ખાંટે હાથ ધરી છે.