નેત્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન પૂર્વ, કચ્છ-ગાંધીધામ પોલીસ દ્વારા શહેરમાં થઇ રહેલ CCTV ના ઉપયોગથી ઉત્કૃષ્ટ ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો /વ્યવસ્થા જાળવવાની કામગીરી

બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી, પુર્વ, કચ્છ-ગાંધીધામ સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય મથક અને નોડલ અધિકારીશ્રી ON VISWAS PROJECT એ. વી. રાજગોર સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી, ‘નેત્રમ* જે.જી.રાજ ના માર્ગદર્શન હેઠળ* નેત્રમ* (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) કાર્યરત છે.ગાંધીધામ શહેરના માર્ગો ઉપર અકસ્માત તેમજ ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા માટે રાજય સરકારના સેફ એન્ડ સિકયોર ગુજરાત-SASGUJ પ્રોજેકટને ધ્યાનમાં રાખી વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિકયુરીટી (VISWAS) (વિશ્વાસ) પ્રોજેકટ અંતર્ગત CCTV Camera આધારિત Integrated Traffic Management System સ્થાપિત કરવામાં આવેલ છે. જે અન્વયે પૂર્વ,કચ્છ-ગાંધીધામ જીલ્લાના ગાંધીધામ, અંજાર તથા ભચાઉ શહેરોના માર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાલગાવવામાં આવેલ છે અને આ શહેરોની સુરક્ષા વધારવાનું અને આ કેમેરા દ્વારા શહેરના માર્ગો પર દેખરેખ રાખી ટ્રાફીક નિયમન અને કાયદો અને વ્યવસ્થાનું પાલન સુચારુ રૂપે થાય તે જોવાનું છે.નવરાત્રિ દરમ્યાન પૂર્વ, કચ્છ-ગાંધીધામ જીલ્લા પોલીસ નેત્રમ દ્વારા CCTV મારફતે થતી કામગીરી
નવરાત્રીના આ ૯ દિવસ દરમ્યાન સતત ભીડ ભાડ વાળી જગ્યાએ ચોરી, છેડતી, ટ્રાફિક અવ્યવસ્થા જેવા અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ ટ્રાફીક વ્યવસ્થા સુચારુરુપે ચાલુ રહે તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન થતુ રહે તે માટે નેત્રમ દ્વારા થતી ઉત્કૃષ્ટ કામગીરી.નવરાત્રી દરમ્યાન ગરબા ગ્રાઉન્ડ નજીક લાગેલ કેમેરા દ્વારા મહિલા સુરક્ષા માટે :- આ વિસ્તારમાં રહેલ
CCTV કેમેરા તથા એન્ટ્રી/એક્ઝિટ CCTV કેમેરા મારફતે તથા નંબર પ્લેટ ડિટેક્શન કેમેરા મારફતે વાહનોની
અવર-જવરની દેખરેખ રાખવામાં આવે છે. તેમજ નવરાત્રી ગરબા ગ્રાઉન્ડમાં આવતા જતા લોકોમાં કેટલા અંદર ગયા તથા બહાર નિકળયાની દેખેરખ તથા વધુ થતી ભીડની દેખરેખ તથા ગ્રાઉન્ડ પર ફરજ પરના પોલીસ સ્ટાફને તથા નજીકની Dial-112 પોલીસ મોબાઇલને જાણ કરવામાં આવે છે.