ભૂલે પડેલ 11 વર્ષની દીકરીને મદદ એ પહોંચ્યા અભયમ મહિલા હેલ્પલાઇન

image
  • ભુજ તાલુકામાં માધાપર ના રહેવાસી દીકરી છે તેમના નાની એ તેમને ગુસ્સાથી ઘરની બહાર નીકળી જવા કહ્યું હોય જેથી બેન તેઓના નાનીના ઘરેથી પોતાના ઘરે જવા નીકળેલ પરંતુ તેઓ ઘર ભૂલી ગયા હોય અને પરિવારમાંથી કોઈના નંબર પણ ન હોય આ બાબતની જાણ થતા થર્ડ કોલર દ્વારા મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ફોન આવેલ*

ફરજ ઉપર હાજર કાઉન્સિલર પ્રવિણાબેન પારગી ,કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર તેમજ પાયલોટ રણછોડભાઈ લુહાર ઘટના સ્થળે પહોંચી ગયેલ.

ઘટના સ્થળે પહોંચી દીકરી થોડી ગભરાયેલ હોય જેથી તેને સૌપ્રથમ શાંત કરેલ ત્યારબાદ પૂછપરછ કરી હોય અને પછી એમનાથી વાતચીત કરેલ. વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમના માતા-પિતા માતાના મઢ ગયા હોય અને દીકરી અને તેમના નાના દીકરાને નાની ના ઘરે મૂકીને ગયા હોય. દીકરી જણાવે કે મસ્તી કરતા તેમના મામાના દીકરાએ એમની બેગમાં ઘરની ચાવી રાખી દીધી હોય અને આ બાબતે તેમના નાની ચોરી કરે છે એવું કહી અને ગુસ્સાથી ઘરની બહાર નીકળી જવા કહેલ અને જણાવે કે હવેથી તું અહીંયા બીજીવાર ઘરે આવજે નહીં જેથી દીકરી એમના ઘરે જવા માટે ઘરની બહાર નીકળી ગયા હોય પરંતુ તેઓ રસ્તો ભૂલી ગયા હોય અને પરિવારમાંથી કોઈ નો કોન્ટેક નંબર પણ યાદ ન હતો.બેન રસ્તા પર અહીંયા થી ત્યાં આંટા મારતા હોય અને ગભરાયેલી જોઈ થર્ડ કોલરે તેમની મદદ માટે મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો હોય.વધુમાં બેનનું બેગ ચેક કર્યું હોય બેગમાંથી તેમના ચોપડા હતા તે ચોપડા ની પાછળથી દીકરીના માતા પિતા જ્યાં કામ કરતા હોય તેમના નંબર મળેલ તેઓ ઘટના સ્થળે આવ્યા હોય ત્યાર પછી દીકરીના પરિવાર સાથે કોન્ટેક્ટ કરીને આ ઘટના બાબતની જાણ તેમના પરિવારને કરેલ. દીકરીના માતા પિતા હાજર ન હોય પરંતુ તેમના મામા તેઓને રૂબરૂ ઘટના સ્થળે બોલાવ્યા હોય. ત્યારબાદ તેઓના ઘરે જઈ અને વાતચીત કરી અને દીકરીને સુરક્ષિત તેમના મામાને સોંપેલ છે તેમજ દીકરીને જણાવેલ કે આવી રીતના ઘરે કોઈની જાણ વગર ઘરની બહાર નીકળી જવું નહીં તેમજ નંબર યાદ ન રહે તો ડાયરીમાં પરિવારના સદસ્યાના નંબર લખી રાખવા હાલ સુરક્ષિત પરિવારને સોંપેલ છે….