ચાણક્ય શાળા વિકાસ સંકુલ (ભચાઉ) અને બ્લોક રિસોર્સ સેન્ટર ભચાઉ (વોન્ધ) દ્વારા બાળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2026-27 નું સંયુક્ત ભવ્ય આયોજન

આજ રોજ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિધાલય,વ.કતારીયા મુકામે જી.સી.ઈ. આર. ટી ગાંધીનગર પ્રેરિત મહારાણીશ્રી ગંગાબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભુજ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ભુજ *ચાણક્ય શાળા વિકાસ સંકુલ (ભચાઉ) અને બ્લોક રિસોર્સ સેન્ટર ભચાઉ (વોન્ધ) દ્વારા બાળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2026-27 નું સંયુક્ત ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં અતિથિ વિશેષ માન. શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર સાહેબ, EIશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા અને મહેશદાન ગઢવી, પ.પૂ ભાનુપ્રસાદજી (મહંતશ્રી માનસ હનુમાન ધામ -કટારીયા), વિદ્યાલયમંત્રીશ્રી રાજેશભાઈ કુબડીયા,ડૉ. દક્ષાબેન મહેતા (પ્રચાર્યશ્રી DIET-ભુજ), તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ભચાઉ, મામલતદાર સાહેબશ્રી ભચાઉ,શ્રી વાઘજીભાઈ છાંગા (બાંધકામ સમિતિ ચેરમેન),શ્રી જનકસિંહ જાડેજા (પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત), શ્રી વિજયસિંહ જાડેજા (સદસ્યશ્રી કચ્છ જિલ્લા પંચાયત), રક્ષાબેન ઉપાધ્યાય (લાઈઝન ઓફિસર), AEI શ્રી ઉમરભાઈ ખીરા, કે.ની.શ્રી બીપીનભાઈ પરમાર, ભૂતપૂર્વ svs કન્વીનર અતુલભાઈ જાદવ,BRC ભચાઉ શ્રી અતુલભાઈ પટેલ તેમજ SVS કન્વીનરશ્રી વસ્તાભાઇ પટેલ,આચાર્યશ્રી કે.એમ.જાડેજા સાહેબ તેમજ પ્રા.આચાર્યશ્રી ઝારીયા સાહેબ અને દરેક ક્લસ્ટર ના CRCશ્રીઓ, સ્કૂલોના આચાર્યશ્રીઓ તેમજ 151 જેટલી કૃતિ ના બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાલય પરિવાર આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટયથી કાર્યક્રમ ની શરૂઆત કરી અને વિદ્યાલય ના આચાર્યશ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબ દ્વારા દરેક ને આવકારી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.અને ઉપસ્થિત મહેમાનો નું સાલ,મોમેન્ટો અને ગીતાજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ તકે BRC – SVS અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોડ વિજેતા વિદ્યાલય ના આચાર્યશ્રી કુલદીપસિંહ મદનસિંહ જાડેજા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું.ત્યાર બાદ પ્રસંગો અનુરૂપ વિદ્યાલયમંત્રીશ્રી રાજેશભાઇ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને સંસ્થા ના આંગણે આ શુભ પ્રસંગ કરવામાં આવ્યો તેનો રાજીપો વ્યક્ત કર્યો તેમજ શિક્ષણ ના કોઈ પણ સેમિનાર અને તાલીમ કામો માટે વિદ્યાલય પરિવારની તૈયારી બતાવી. ત્યાર બાદ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા. સાથે માન.શ્રી જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર દ્વારા વિજ્ઞાન મેળા ને અનુરૂપ ઉદબોધન તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક બાબતો રજૂ કરવામાં આવી.કાર્યક્રમ નું સંચાલન વિદ્યાલય ના ધો. 9 ના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિવાર્ય સંજોગો અનુસાર માન. ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા હાજર ન રહી શક્યા પરંતુ શુભેચ્છાઓ સંદેશ પાઠવ્યો હતો અને જુના કટારીયા સરપંચશ્રી એ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
ત્યાર બાદ પધારેલ મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા દરેક કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું તેમજ નિર્ણાયકો દ્વારા કૃતિઓ નું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ભોજન ગ્રહણ કરી સમાપન કાર્યમાં જોડાયા તેમજ બાળ વૈજ્ઞાનિકો ને ભાગ લેવા બદલ પ્રોત્સાહીક ઇનામો માં પ્રમાણપત્ર-ફાઈલ-નોટબુકો-ગીતાજી તેમજ શાળા ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું અને સંસ્થા પરિવાર ને ઋણ સ્વીકાર બદલ વિદ્યાલયમંત્રીશ્રી ને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યું હતું. અંતે આચાર્યશ્રી જાડેજા સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી